ટીકર(રણ)ગામ સાથે જોડાયેલ ઈતિહાસ




ખારા રણ મા મીઠી વીરડી ના મીઠા અમૃત જળ


સૌરાષ્ટ્ર ને ઓતરાદે બ્રાહ્મણી નદી ના કિનારે ટીકર નામ નુ 700 વર્ષનુ જુનું ગામ છે. એ ગામ ની ઉતરે ૧કિમી દુર વરણેશ્વર ધામ(વર્ણવો પરમાર નો ઉતારો કહેવાય છે)થી દુર ઉત્તરે ૪૧ કિમી દુર મરડક નામની એક ધાર(બેટ)


મરડક બેટ


મા એક પુરુષ નો પાળીયો(વર્ણવો પરમાર નો) છે.એક સતી ના પંજા ની ખાંભી(વર્ણવો પરમારના પરણેતર) છે.

વરણેશ્વર ધામ -મેળકબેટ 


આધાર થી ૫ કિમી પૂર્વ મા મોટા મરડકમા એક મોટી શીલા મા મીઠા પાણી નો વીરડો 




મીઠા પાણીનો વીરડો



આસપાસ ધક્ધક્તી રેતી નુ રણ પડ્યું છે.

કચ્છ નુ નાનું રણ 


૧૪-૧૪ ગામ સુધી મીઠા પાણી નુ એકેય ટીપું નથી મળતું .નથી કોઈ વિસામો લેવાની છાયડી.દિવસને વખતે કોઈ મુસાફર એ રણ મા ચાલતો નથી આ બેટ થી નજર કરો તો બસ વિરાન રણ જ નજર આવે જાણે કે બસ અહિયા જ પૃથ્વી સીમિત થઇ ગઈ હોય એવું લાગે !! આ બેટ થી ઉત્તરે સામા કાઠે એક ધર્મશાળા એ પહોચીને વિસામો લે છે તેને વર્ણવા પીર ની જગ્યા કહે છે.(મોટા વરણેશ્વર ધામ)









વર્ણવો પરમાર


આ વર્ણવો પરમાર કોણ હતો? પચીસ વર્ષ નો એ ક્ષત્રિય જુવાન હજુ તો દસૈયા નહાતો હતો,અંગ ઉપર થી સતલસ ના પોશાક હજુ ઉતર્યા ના હતા.હાથમા હજુ મિંઢણ હિચ્કાતું હતું.પ્રેમી ની આખના પાચ પલકાર જેવી પાચ જ રાત માણી હતી.આખો દિવસ ઘેરીને ક્ષત્રિયો ડાયરો એના સંયમ ની ચોકી કરતો.અને ત્યાર પછી તો એ કંકુ ની ટશર જેવા રાતા ઢોલિયામા સવા મણ રૂ ની એ તળાઈ મા સમુદ્ર ફીણ સરખા એ ધોળા ઓછાડ મા ગોરી રાજપુતાણી ની છાતી ઉપર પડ્યા પડ્યા રાત્રી ના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા.રાત્રી થી જાણે એ ક્ષત્રી બેલડીનાં સુખ નહોતા સહેવાતા નહોતા જોવાતા .


આજ દિવસ નુ સવાર હતું રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રાજપુતાની એની મેડી ઉપર થી કમળ ની તાદ ઓસર ની ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામી ને જોયા કરતી પણ વણવાનું માથું તો એ બેઠેલી બારી સામે શી રીતે ઉચું થઇ શકે ? ઉઘાડી સ્મરેરો  સરખી કેટલીય આંખો એના પર પહેરો ભરતી હતી.


એતો હતા ક્ષત્રિય નાં પરણેતર

ત્યાં તો ગામ મા ચીસો પડી,ઘરેઘર વાછરું રોવા લાગ્યા,બુંગીયો ઢોલ ગાજ્યો અને ચારાણે ચોરે આવીને હાકલ મારી કે



ક્ષત્રિય લાગે ખોટ ,ગઢથી જાતા ગાવડી

દેખી વણવા દોડ ,મત લજાવીએ માવડી !!

વરણેશ્વર દાદા

ગાયોનું ધણ સાંભળી એક નજર પોતાના પરણેતર સામે માંડી.

ગામ નુ ધણ ભેળીને મિયાણા ભાગતા હતા હાલો લઈને વણવો ચોરે થી જ ઘોડે પલાણ્યો બીજા રાજપૂતો ને પાછળ મેલીને દોડ્યા ગાયોની વહારે આવતા આ મીઢળ બધા વરરાજા ને જોતા તો મિયાણા ને પણ થયું કે વાહ રાજપૂત

એ મિયાણાઓને પણ પોતાની સ્ત્રી ઓ ની મીઠી સોડ સાંભળી આવી .લડ્યાં વિનાજ આખું ધણ વણવા ને પાછું સોપ્યું અને કહ્યું જા બાપ તારી પરણેતર વાટ જોતી હસે

સહુ ને પોત પોતાના પશુ પહોચી ગયા પણ સુતાર ની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાળીને કકળતી આવી એ બાપુ વણવા બધાય નાં ઢોર લાવ્યો ને એક મારી બોડી ગાય જ રહી ગઈ ?મારા ગભરુડા જ શું છાશું વિના ટળવળશે ?


વણવો ફરીવાર ઘોડે ચડ્યો બહેન તારી બોડી વિના પાછો નહિ આવું કહેતો ઉપાડ્યો. પણ બોડી ક્યાંથી મરે ?મીયાણઓએ ખાવાને માટે કાપી નાખી હતી ,ગૌ માતા નુ રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો.આખા રણ મા રમખાણ જામ્યુ ઠેઠ સામા કાઠા સુધી શત્રુ ઓ ને તગડ્યા પછી ત્યાં વર્ણવા એ પોતાનું માથું વાધ્યુ ,ત્યાર પછી ધડ લડ્યું મિયાણા નાસી છુટ્યા ,ધડ પાછું વળ્યું હાથ મા તલવાર અને માથે ઉછળતી રુધીર ની ધાર મરડ્ક ની ધાર મા ધડ પડ્યું(મેરક બેટ- વરણેશ્વર ધામ)

જુનું વરણેશ્વર ધામ 


રણ મા ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તો મો માં જળ મેલવા.પેલી મેંડી એ બેસી ને વાટ જોતી રાજપુતાણી પણ મંગલ ચુંદડી એ ,માથે ગંગાજળ નો ઘડો મુકીને રણ મા આવી રણ ની રેતી માં પડેલા ધોડી નાં પગલા નાં નિશાન ઉપર થી શોધવા નીકળેલી સતી એ સ્વામી નુ શબ જોયું ! પણ માથું ન મળે એને ત્યાં ને ત્યાં જ ઘડો પછાડ્યો સતી ચોધાર આંસુ એ રડતી પોતાની સખીઓને ઉદ્દેશીને કહ્યું


ઢોલ બજ્તા હે સખી ! પતિ આયો મુજ લેણ

બાગા ઢોલા મેં ચલી ! પતિ કો બદલો દેણ

સાજણ એડા કીજીયો સારસ જેડા હોય

એકલતા જીવે નહિ સાથ મરતા હોય

ધડની સાથે જ સતી બળી મરી(વર્ણવો પરમાર નાં પરણેતર)

હાંકી ધને હજાર સુણી આજુદ્ર સજાયો,

કર ગ્રહયો ક્બ્બન ,અહુચલ ખાગ ઉઠયો

વર્ણવ સરવર ઝાળ ,રણ મહી જુદ્ર રચાયો

પણ પડતે પરમાર ,પાટ ઇન્દ્રા પર પાયો

જલયાત્ર લે જનતા તણું મૂકી પણ હંદા માથે

એ દિન નીર અમૃત ભર્યું ,હિન્દ વાણી નાર પોતે હથે


                                                          ખારા રણ મા મીઠી વિરડી ના અમૃત જળ







જે ઠેકાણે સતી એ ઘડો પછાડ્યો તે ઠેકાણે શીલા ની અંદર આજે અખૂટ મીઠા જળ નો વીરડો બની ગયો છે,લાખો તરસ્યા જીવો એ તેનાં જળ પીધેલા હસે અને કરોડો હજુ પીસે ,આસપાસ ત્રણ દિવસે ૧૪ ગઉ માં બીજે ક્યાય પાણી નથી.ગામ પણ નથી


વસિયો વણમાં વર્ણવો,દિનો મરતા દેન


પ્રાણ થઇ પરમાર નુ ,ધાવે મસ્તક ઘેન



વર્ણવો તો રણ માં માર્યો એના શરીર ને બાળી નાખવામાં આવ્યું પણ એનુ માથું તો પથ્થર નુ બનીને ગાય નુ દૂધ ધાવતું હતું રણ ની સામે કાઠે ,આડેસર ગામની અને ટીકર ની વચે વર્ણવા નુ માથું પડ્યું હતું પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે ? આડેસર ની એક ગાય (બોડી ગાય નો બીજો એક અવતાર કહેવાય છે )રોજ સાંજે જયારે ઘેર જાય ત્યારે તેના આચળ માં દૂધ નાં મળે ?ગાય નો ધણી ગોવાળ ને રોજ ઠપકો આપે કે કોઈક મરી ગાય ને દોહી લે છે એક દિવસ સાંજ પડી આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું રસ્તા મા એક ઠેકાણે આખા ધણ માંથી એક ગાય નોખી તરી ગઈ ને બીજી દિશા માં ચાલતી થઇ ભરવાડ ને કૌતુક થયું ધણ ને રેઢું મુકીને એ ગાય ની પાછળ ચાલ્યો એક જાડ ની નીચે ગાય થંભી ગઈ ,ચારેય પગ પહોળા કરીને ઉભી રહી એના ચારેય આચળ માંથી ખળખળ દુધની ધાર ચાલી અને જમીન માં પાંદડાના ગંજ ની નીચે થી ઘટક ! ઘટક !કરતુ હોય દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો ,આખું આઉં ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ, ભરવાડ પાંદડા ઉખેડીને જુએ તો ત્યાં તો પથ્થર નુ એક રૂપાળું મસ્તક દીઠું એ મસ્તક નુ દુધે ભર્યું મો દીઠું






તે દિવસ થી એ મસ્તકને ઠેકાણે વણવા પીર (વરણેશ્વર દાદા ) ની જગ્યા બંધાયેલી છે તેમજ જગ્યા માં આવેલ ગૌ શાળા માં આજે પણ બોડી ગાય નો વંશ જળવાયેલ છે





આજે કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણ માં ભૂલો પડે છે ,પાણી વિના એને ગળે શોસ પડે છે .જીવવાની આશા છોડીને વર્નાવાનું નામ સમરે છે ?ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડે સવાર ,એક હાથ માં ભલું અને બીજા હાથ માં મીઠા પાણી ની મસક લઈને મારતે ઘોડે હાજર થાય છે ,અને બેશુંદ્ધ બની ગયેલા મુસાફરને તે મો એ પાણી સીંચે છે ,એવી વાતો ઘણા નાં મોઢે થી સંભળાય છે

૧૦-૧૨ માણસો ની ટોળી હોય તો જ પગપાળા આવવાનું સાહસ કરજો ,કારણ કે રણ નો રસ્તો ઘણો વિકટ છે .અહિયા ભોમિયા પણ ઘણી વખત ભુલા પડી જાય છે ,એકલ દોલક જાત્રાળુ ઘણી વખત મુશ્કેલી માં પડી જાય છે અને કષ્ટ દાદા ને થાય છે ચોમાસા નાં ચાર મહિના આ બેટ વિસ્તાર ચારે બાજુ પથરાયેલા વિશાળ જળરાશી ને કારણે અભેદ કિલ્લા જેવો બની જાય છે

આજ નાં વૈજ્ઞાનિક યુગ માટે આનાથી મોટો બીજો કયો ચમત્કાર હોઈ શકે ?

નવું બંધાયેલ વરણેશ્વર ધામ 

હાકલ સાંભળી ,લઇ ભાલો તલવાર થયા ઘોડે સવાર

શુરાને કોણ શીખવે રણે ચડ્યા ની રીત ,

ગૌ રક્ષા ણે કાજ

માથા ઉતારી ધડ લડે ગૌ રક્ષા ને કાજ

વંદન હો વરણેશ્વર ,ઉભરી રણ મધ્યે મીઠી વીરડી

રાખી સતીની લાજ ,ધન્ય ધન્ય વર્ણવો પરમાર

જાત્રે આવે લોક, ઝાઝેરા દેવ થઇ પુજાય

યુગો યુગો લેજો અવતાર ગૌ રક્ષા ને કાજ



મિત્રો વરણેશ્વર દાદા નાં દર્શન કરવા જવા માટે ટીકર(રણ) ગામ થી જઈ સકાય છે

તેમજ બીજું જોવાલાયક અગરીયો દ્વારા રણ માં પકવવામાં આવતું મીઠા નાં પાટાઓ

તેમજ ઘુડખર માટે આરક્ષિત અભિયારણ માં ઘુડખર ને જોવાની મજા લઇ સકાય.....

મિત્રો આપ જો આ વીસ્તાર માં ફરવા આવવા માગતા હોય તો અમે તમને બનતી મદદ કરશું

>હસમુખભાઈ પટેલ (મો.૯૯૧૩૦૫૨૧૦૫)

ટીકર(રણ) તા-હળવદ જી. મોરબી